ડો. કે.આર.નારાયણન
ડો. કે.આર.નારાયણન
(ભારતનાં 13માં અને દલિતસમાજનાં સૌપ્રથમ રાષ્ટ્રપતિશ્રી..)
પ્રો.ડો.રમેશ સાગઠિયા (જૂનાગઢ)
ઇ.સ.1920માં
તા.27 ઓક્ટોબરમાં કેરળનાં ઉઝહવ્વુરમાં જન્મ..(મૂળ નામ- કોચેરિલ રમણ વૈધન.)
અંગ્રેજીમાં
એમ.એ. / લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એસ.સી...
ઇ.સ.1943માં
ત્રાવણકોર યુનિવર્સિ ટીમાંથી અંગ્રેજી વ્યાખ્યાતા તરીકે વ્યાવસાયિક કારકિર્દીની શરુઆત કરી..
ઇ.સ.1944માં
મદ્રાસના ‘ધ
હિંદુ’નાં
સંપાદક વિભાગમાં જોડાઇને પત્રકારત્વનાં ક્ષેત્રે પ્રવેશ..
ઇ.સ.1944માં
‘ટાઇમ્સ ઓફ ઇંડિયા’ મુંબઇમાં ખબરપત્રી તરીકે..
ઇ.સ.1945થી
ઇ.સ.1948 સુધી મુંબઇનાં ‘સોશિયલ વેલ્ફેર’ સાપ્તાહિકમાં લંડન ખાતેનાં ખબરપત્રી.
ઇ.સ.1949માં
ભારતની વિદેશ સેવામાં જોડાયાં..
ઇ.સ.1949થી
ઇ.સ.1960 સુધી એ વિવિધ હોદ્દાઓ પર રહ્યાં..
ઇ.સ.1961-62માં
ઓસ્ટ્રેલિયા ખાતેનાં ભારતનાં હાઇકમિશ્નર તરીકે..
ઇ.સ.1962-63માં
હેનોઇ ખાતે કોંસલ જનરલ તરીકે નિયુક્ત..
ઇ.સ.1963-64માં
વિદેશ મંત્રાલયનાં એક્સ્ટર્નલ પબ્લિસિટી વિભાગનાં નિયામકશ્રી તરીકે..
ઇ.સ.1964થી
ઇ.સ.1967 સુધી વિદેશ વિભાગનાં ચાઇના ડિવિઝનનાં નિયામકશ્રી તરીકે..
ઇ.સ.1967થી
ઇ.સ.1969 સુધી થાઇલેંડ ખાતેનાં ભારતનાં એલચી તરીકે નિયુક્ત..
ઇ.સ.1969થી
ઇ.સ.1970 સુધી નીતિ-આયોજન વિભાગનાં સંયુક્ત સેક્રેટરીશ્રી તરીકે સેવારત..
ઇ.સ.1970થી
ઇ.સ.1972 સુધી બિનજોડાણની નીતિનો અભ્યાસ કરવાં જવાહરલાલ ફેલોશીપ એનાયત કરવામાં આવી
હતી..
ઇ.સ.1972થી
તેઓ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સનાં તથા સેંટર ફોર ડેવલપમેંટલ સ્ટડીઝ,
ત્રિવેન્દ્રમનાં ફેલો તરીકે..અમેરિકાની ટોલેડો યુનિવર્સિટીએ ડોકટરેટની માનાર્હ
ડિગ્રી આપી..
ઇ.સ.1973થી
ઇ.સ.1975 સુધી તુર્કીસ્તાન ખાતે ભારતનાં એલચી તરીકે નિયુક્ત..
ઇ.સ.1975થી
ઇ.સ.1976 સુધી વિદેશમંત્રાલયમાં આફ્રિકા, પશ્ચિમ એશિયા અને અગ્નિ એશિયાનાં
વધારાનાં સેક્રેટરીશ્રી તરીકેનો કારભાર સંભાળ્યો..
ઇ.સ.1976માં
ભારતનાં વિદેશ મંત્રાલયનાં સેક્રેટરી તરીકે નિયુક્ત..
ઇ.સ.1976થી
ઇ.સ.1978 સુધી ચીન પ્રજાસત્તાકનાં પાટનગર બેજિંગ ખાતે ભારતનાં એલચી..
ઇ.સ.1978થી
ઇ.સ.1980 સુધી જવાહરલાલ યુનિવર્સિટીમાં કુલપતિ પદે નિયુક્ત..
ઇ.સ.1979માં
યુનોની સામાન્ય સભામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું..
ઇ.સ.1980થી
ઇ.સ.1984 સુધી અમેરિકા ખાતે ભારતનાં રાજદૂત તરીકે નિયુક્ત..
ઇ.સ.1984માં
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા..
ઇ.સ.1985માં
કેન્દ્ર સરકારનાં આયોજન ખાતાનાં રાજ્યકક્ષાનાં પ્રધાન બન્યા..
ઇ.સ.1985-86
દરમિયાન વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાનાં પ્રધાનપદે..અને ત્યાર બાદ એટમિક એનર્જી,
વિજ્ઞાન, ટેકનોલોજી અને સમુદ્રીય વિકાસખાતાનાં મંત્રી બન્યા..
ઇ.સ.1989માં
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા..
ઇ.સ.1991માં
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં લોકસભાનાં સભ્ય તરીકે ચૂંટાયા..
ઇ.સ.1992માં
‘અંનકટાડ’ની આંતરરાષ્ટ્રીય પરિષદમાં
ભારતીય પ્રતિનિધિ તરીકે હાજર રહ્યાં. ઇ.સ.1992-97 સુધી
ભારતનાં ઉપ-રાષ્ટ્રપ્રમુખ તરીકે..
ઇ.સ.1997માં
જુલાઇમાં તેઓ ભારતનાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા..
ઇ.સ.1998માં
તા.29 એપ્રિલનાં રોજ વિશ્વની લબ્ધપ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થા ‘અપીલ ઓફ કોંશયંસ ફાઉંડેશન’ દ્વારાં ‘વર્લ્ડ સ્ટ્રેટસમેન’નો એવોર્ડ એનાયત કરવામાં
આવ્યો..
ઇ.સ.1998માં
12મી લોકસભાનાં મધ્યસત્ર ચૂંટણી પછીનાં પરિણામોની આંટીઘૂંટી વખતે કુનેહથી કામ
લીધેલું..
ઇ.સ.1997 તા.25 જુલાઇથી ઇ.સ.2002 તા.25 જુલાઇ સુધી એમણે ભારતનાં રાષ્ટ્રપતિ
પદને પૂર્ણ ગૌરવ અને ગરિમા સાથે શોભાવ્યું હતું.
રાજનીતિની જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદમાં એમણે બહુધા નિવૃત જીવન વિતાવ્યું
હતું.
એમણે
નીચેનાં પુસ્તકો પણ લખ્યાં છે..
(1)=
’ઇંડિયા એંડ અમેરિકા’, (2)=
‘એસેઝ ઇન
અંડરસ્ટેંડિંગ’,
(3)= ‘નોન-એલાયનમેંટ ઇન કંટેમ્પરરી
ઇંટરનેશનલ રિલેશનસ’ (4)= ‘ઇમેજીઝ એંડ ઇનસાઇટસ’
ઇ.સ.2005માં તા.9 નવેમ્બરનાં રોજ ન્યૂમોનિયાના કારણે નવી દિલ્હીની આર્મી
રિસર્ચ એંડ રિફરસલ હોસ્ટપિટલમાં તેઓશ્રી મહાનિર્વાણ પદને પામ્યા..
બુધ્ધમ શરણમ ગચ્છામિ..(તા.15-2-2015 પ્રો.રમેશ સાગઠિયા)
Comments
Post a Comment